શું તમે નોકરીની શોધમાં છો..? હવે મળશે નોકરીની માહિતી સરકાર દ્વારા - Anubandham | Rojgar portal (અનુબંધમ) | online rojgar
Anubandham
રાજ્યનાં રોજગારવાંચ્છુ યુવાનોનાં લાભાર્થે “અનુબંધમ" વેબપોર્ટલ તથા મોબાઈલ એપનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ છે. જેના માધ્યમથી રાજ્યનો કોઈપણ યુવાન ઘરે બેઠા નામનોંધણી કરાવી ખાનગી ક્ષેત્રની રોજગારીની તકો પ્રાપ્ત કરી શકશે.
Anubandham Gujarat (અનુબંધમ ગુજરાત)
આ વેબસાઈટ પર ભરેલી તમારી તમામ માહિતી દ્વારા તમને નોકરી બતાવવામાં આવશે. જેથી ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા ઓછી થઇ શકે છે. આ વેબસાઈટ એ સરકારના હસ્તક હોવાથી તેમાં તમારી માહીતીંનો દુરુપયોગ થવાની શક્યતા ઘણી ઓછી છે. આ વેબસાઈટ પર ઉમેદવારો કઈ રીતે નોંધણી કરાવી શકે છે તેની માહિતી નીચે આપેલ છે.
anubandham gujarat gov in registration
નામનોંધણી માટે નીચે મુજબની પ્રક્રિયાને અનુસરવાની રહેશે.↴↴
* દરેક ઉમેદવારે પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ આધાર કાર્ડ સાથે રાખવાના રહેશે. જેથી ઓનલાઈન નોંધણી સમયે સંબંધિત વિગતો ભરી શકાય.
Anubandham gujarat gov in
૧) સૌપ્રથમ https://anubhandham.gujarat.gov.in પોર્ટલ પર જવું
૨) હોમ પેજ પર ઉપરની જમણી બાજુએ રહેલ “Register" બટન પર ક્લીક કરવું.
૩) ત્યારબાદ, “Job seeker" પસંદ કરી e-mail id અથવા mobile no ની વિગતો ભરવી.
૪) “Next” બટન ક્લીક કરવું જેથી વેરીફિકેશન માટે email id / mobile no પર OTP આવશે.
૫) વેરીફિકેશન માટે તમારા મોબાઈલમાં આવેલ OTP લખવો.
૬) ત્યારબાદ, “Next” બટન ક્લીક કરવું અને Common Application Form માં નામ, સરનામા વગેરે માહિતી ભરવી.
૭) યુનિક આઈ.ડી. વિગેરે જેવી Basic Details ભરવી અને ત્યારબાદ “Next” બટન ક્લીક કરવું.
૮) ત્યારબાદ, Unique ID Details and Login Details ની વિગતો ભરવી
૯)ત્યારબાદ, “Sign Up” બટન ક્લીક કરવાથી ઓનલાઈન નોંધણીની અન્ય જરૂરી વિગતો ભરી શકાશે
નોંધ: ૧) “અનુબંધમ” વેબપોર્ટલથી યુવાનોને ખાનગી ક્ષેત્રની રોજગારીની તકો ઉપલબ્ધ થશે તથા નોકરીદાતાઓ કુશળ માનવબળ મેળવી શકશે.
૨) “અનુબંધમ” વેબપોર્ટલમાં નામનોંધણી માટે આધાર કાર્ડ અપલોડ કરવું ફરજીયાત છે.
anubandham portal gujarat
☆ એક વખત આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા પછી તમે સીધી જ અનુબંધમની એપ્લિકેશન પરથી નોકરી માટે અરજી કરી શકો છો.
વધુ માહિતી માટે Anubandham ની official website https://anubhandham.gujarat.gov.in ની મુલાકાત લો.
No comments:
Post a Comment