ખેડૂતોને અક્સમાતમાં મળશે 2 લાખ સુધીની સહાય - Khedut Akasmat Vima Yojana
Gujarat Government Schemes for Farmers
ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ગણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેક્ટર સહાય યોજના અને ખેતી સબંધિત વિવિધ સાધનો માટેની યોજનાનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત ખેડૂતના આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં પણ વીમા રક્ષણની યોજના khedut vima yojna છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જીવન રક્ષણ વીમો આપવા માટે Farmers Accidental Insurance Scheme યોજના ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતને કાયમી અપંગતાના કિસ્સામાં અને મૃત્યુ થવાના કિસ્સામાં સરકાર તરફથી 2 લાખ રૂપિયા જેટલી રકમ વીમા યોજના સ્વરૂપે સહાય આપવામાં આવે છે.
ખેડૂત અક્સમાત વીમા યોજનાનો લાભ કોને મળે??
આ યોજનાનો લાભ લેવા માટે Juth Vima Yojna દ્વારા કેટલાક નિયમો નક્કી કરેલ છે. જેમાં પાત્રતા ધરાવતા ખેડૂતો આ વીમા યોજનાનો લાભ લઇ શકે છે.
Khedut Akasmat Vima Yojana Gujarat - ખેડૂત અક્સમાત વીમા યોજના
- જમીન ધરાવતા ખાતેદારના બધા જ વારસદારોને મળવાપાત્ર છે.
- વ્યક્તિગત કે સંયુક્ત જમીન ધરાવતા તમામ ખેડૂતો
- ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીના મૃત્યુ કે કાયમી અપંગતા
- 5 થી 70 વર્ષ ધરાવતા ખાતેદાર ખેડૂતના વારસદારોને
- મૃત્યુ કે અક્સમાત 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરેલી હોવી જોઈએ
ખેડૂત અક્સમાત વીમા યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર છે?
- અક્સમાત ના કારણે મૃત્યુ કે કાયમી અપંગતા થાય તો 2 લાખ
- અક્સમાત ના કારણે બે આંખ/ અંગ/ હાથ-પગ ના કિસ્સામાં 2 લાખ
- એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં 1 લાખ
khedut akshnat vima yojna લાભ કઈ રીતે મેળવવો?
ખાતેદાર ખેડૂત અથવા ખાતેદાર ખેડૂતના વરસાદારે અક્સમાતના 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને જરૂરી કાગળો સહીત અરજી કરવાની રહેશે.
દાવા અરજી સાથે જોડવાના જરૂરી કાગળો:
- અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્ટ-
- ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
- પી.એમ. રીપોર્ટ
- એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમ
- મૃતકનુ મરણનુ પ્રમાણપત્ર, ઉંમરનો પૂરાવો
- સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ
- કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ
- મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ,
- બાંહેધરી પત્રક
- પેઢીનામુ
- વારસદારના કેસમાં અસલ પેઢીનામુ (પતિ / પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સામાં)
- વીમા નિયામકશ્રી દ્વારા માંગવામાં આવે તે
No comments:
Post a Comment