new

[new][twocolumns]

ધોરણ 9 માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા -Jawahar Navodaya Vidyalaya exam 2023 for std 9


Join WhatsappJoin Now

 

જવાહર નવોદય વિદ્યાલય-Jawahar Navodaya Vidyalaya 


ભારત સરકારે જવાહર નવોદય વિદ્યાલય (જે એન.વિ.)ની શરૂઆત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (૧૯૮૬) અનુસારકરેલી, વર્તમાનમાં૨૭ રાજ્યો અને ૦૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે. આ તમામ વિદ્યાલય સહશિક્ષણ આપતી આવાસીય વિદ્યાલય છે, જેની સંપૂર્ણ આર્થિક જવાબદારી ભારત સરકાર દ્વારા સંચાલિત સ્વાયત્ત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ સંભાળે છે. આ વિદ્યાલયોમાં પ્રવેશ જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા ' (JNVST)દ્વારા છઠ્ઠા/નવમાં,  ધોરણથી અપાય છે. વિદ્યાલયોમાં ધોરણ ૬ થી ૮ સુધી માતૃભાષા ક્ષેત્રીયભાષામાં અને ત્યારબાદ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી તથા સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ હિન્દી ભાષામાં આપવામાં આવે છે. જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓની ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા "કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ -નવી દિલ્હી દ્વારા લેવામાં આવે છે. આ શાળાઓમાં શિક્ષણ ઉપરાંત રહેવાનું, જમવાનું, ગણવેશ તેમજ પુસ્તકો નિઃશુલ્ક આપવામાં આવે છે,ફક્ત ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની રૂ. ૬૦૦ /- માસિક ફી 'વિદ્યાલય વિકાસ નિધિ' ના રૂપમાં લેવામાં આવે છે. આમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, બધી જ વિદ્યાર્થીનીઓ તથા ગરીબી રેખા નીચે આવતા પરિવાર (બી.પી.એલ.)ના વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવે છે. એવા સરકારી કર્મચારીઓ કે જે ને પોતાના બાળકો માટે શિક્ષણ ભથ્થુ મળવાપાત્ર છે તેવા વિદ્યાર્થીઓને મહિને ૧૫૦૦ /- અથવા મળવાપાત્ર શિક્ષણ ભથ્થું, બેમાંથી જે ઓછી હોય તે રકમ લેવામાં આવે છે. આમાં પણઅનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, બધી જ વિદ્યાર્થીનીઓ તથા ગરીબીરેખા નીચે આવતા પરિવાર (બી.પી.એલ.)ના વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવે છે.


યોજનાનો મુખ્ય હેતુ - Jawahar Navodaya Vidyalaya 2023 | નવોદય વિદ્યાલય 2023

☆ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી આવતા પ્રતિભાવાન બાળકોના સર્વાંગીવિકાસ માટે ગુણવત્તાયુક્ત તથા આધુનિક શિક્ષણ પૂરું પાડવું, સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ કરવો, પર્યાવરણ જાગૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ સાથે શારીરિક શિક્ષણ પૂરું પાડવું.

☆ વિદ્યાર્થીઓ ત્રણ ભાષાઓમાં કુશળતા પ્રાપ્ત કરે તે નક્કી કરવું.

☆રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા હિન્દીભાષી રાજ્યોના વિદ્યાર્થીઓને અહિન્દીભાષી રાજ્યોમાં અને અહિન્દીભાષી રાજ્યોના વિદ્યાર્થીઓને હિન્દીભાષી રાજ્યોમાં સ્થાનાંતર કરવા. 

☆ અનુભવો અને સુવિધાઓ ના માધ્યમથી દરેક જિલ્લામાંશાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારણા માટે સેવાઓ પુરી પાડવી.


જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા-૨૦૨3 (નવમા ધોરણમાં પ્રવેશ) માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા - How to apply for Jawahar Navodaya Vidyalaya 2023 - Jawahar Navodaya Vidhyalaya 2023 for 9th std students

(i) નવોદય પ્રવેશ પરીક્ષા માટે અરજી કરવાની રીત સરળ અને સંપૂર્ણ ઓનલાઈન પદ્ધતિથી છે.વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન ન.વિ.સ. ના એડમીશન પોર્ટલ www.navodaya.gov.in અને navodaya.gov.in/nvs/en/Admission-JNVST/JNVST-class પર તદ્દન ફ્રી થાય છે. પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ સફળ ઉમેદવારોના સમિતિ દ્વારા નક્કી કરાયેલ ધારાધોરણ મુજબ રહેઠાણ, ઉંમર, અને લાયકાતના પુરાવાઓની ચોકસાઈથી અને વિગતવાર ચકાસણી કરવામાં આવશે. 
(II) યોગ્યતા ધરાવનાર વિદ્યાર્થીએ નિયત નમુનામાં આપેલ પ્રમાણપત્ર સંપૂર્ણ રીતે ભરીને ફોટો ચોટાડીને અને વિદ્યાર્થીની તથા વિદ્યાર્થીના વાલીની સહી કરીને jpgફોર્મેટ માં 10-100 kb સાઇઝમાં સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે.
(ફોટોની સાઈઝ ઓછી કરવા માટે અહીં ક્લિક કરો.)
(iii) રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયોમાં અભ્યાસ કરતા ઉમેદવારોએ તથા જે-તે જિલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે જિલ્લાનું નિવાસી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
(iv) ઉપરોક્ત ઓનલાઈનપ્લેટફોર્મ ઓપન સોર્સ અને વિનામૂલ્યે હોવાથી અરજી પત્રક લેપટોપ,મોબાઈલ ફોન,ટેબલેટ જેવા ઉપકરણોના માધ્યમથી જમા કરાવી શકાય છે. 
(v) વિદ્યાર્થી અને વાલીઓની સહાયતા માટે દરેક નવોદય વિદ્યાલય માં એક સહાયતા કેન્દ્ર ઉપલબ્ધહોય છે, જ્યાં વાલીગણ જરૂરી દસ્તાવેજ જેવા કે આચાર્યની સહી વાળું પ્રમાણપત્ર, ફોટોગ્રાફ અને મોબાઈલ ફોન (જેમાં રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ પ્રાપ્ત થઇ શકે) લઇ જઈને રજીસ્ટ્રેશન કાર્ય કરાવી શકે છે.

પરીક્ષા પ્રવેશપત્ર વિતરણ - javahar navoday vidhyalay admit card 2023

પરીક્ષા પ્રવેશપત્ર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા નિર્ધારિત તારીખથી એડમીશન પોર્ટલ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હશે. પ્રવેશપત્ર અંગેની જાણકારી એડમીશન પોર્ટલ પરથી મળી શકશે.  JNVST પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી/વાલી પ્રવેશપત્ર વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે.

જવાહરનવોદયવિદ્યાલયપ્રવેશપરીક્ષા-૨૦૨3 -javahar navoday vidhyalay exam date 2023

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ -૬ વર્ષ ૨૦૨3-૨4 માટે પ્રવેશ પરીક્ષા શનિવાર, 11 ફેબ્રુઆરી, 2023 સવારે ૧૧:૩૦ વાગ્યે એક જ તબક્કામાં તમામ વિદ્યાલયો માટે યોજાશે.

javahar navoday vidhyalay exam paper

જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર માટે અહીં ક્લિક કરો.

પરીક્ષાનું પરિણામ (javahar navoday vidhyalay result date 2023)

જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા-૨૦૨3નું પરિણામ એપ્રિલ 2023 મહિનામાં જાહેર થઈ શકે છે વિદ્યાર્થી પરિણામ અંગેની જાણકારી એડમીશન પોર્ટલ પરથી મેળવી શકશે. પરિણામ નીચે જણાવેલ કચેરીના બોર્ડ ઉપર પણ લગાડવામાં આવે છે.
1. જવાહરનવોદયવિદ્યાલય 
2. કલેકટર કચેરી
૩. મા.જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી
4. નાયબ કમિશનર શ્રી નવોદય વિદ્યાલય સમિતિ પ્રાદેશિક કચેરી

વિદ્યાર્થીનો જન્મ 01 મેં 2008 થી 30 એપ્રિલ 2010 વચ્ચે થયેલો હોવો જોઈએ.


જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર, 2022 છે.



Join WhatsappJoin Now

No comments:

Post a Comment