new

[new][twocolumns]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS ની પરીક્ષામાં ઉત્તરવહી બદલાઈ હોવાનો સરકારે કર્યો સ્વીકાર


Join WhatsappJoin Now

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS ની પરીક્ષામાં ઉત્તરવહી બદલાઈ હોવાનો સરકારે કર્યો સ્વીકાર



 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં છેલ્લા કેટલાય સમયથી MBBS ની પરીક્ષામાં ઉત્તરવહી બદલાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઇ ને વિદ્યાર્થી સંગઠનો ( ABVP અને NSUI) દ્વારા કેટલીયે વખત આંદોલનો કરવામાં આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ એક નિષ્પક્ષ સમિતિની રચના કરવામાં આવી હતી.

HNGU યુનિવર્સિટીમાં MBBS ની પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલાઈ હોવાનુ સરકારે સ્વીકાર કર્યું છે. પંકજ કુમારની અધ્યક્ષતામાં રચવામાં આવેલી આ સમિતિ દ્વારા તપાસમાં કૌભાંડ થયું હોવાનું સાબિત થયું હતું. તપાસ દરમિયાન બેઠક નંબર 391, 392 અને 406 નંબરની ઉત્તરવહીઓ બદલાઈ હોવાનો ખુલાસો થયો હતો.

આ દરમિયાન સરકાર દ્વારા ઉત્તરવહી ગુણ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો પણ આદેશ કરવામાં આયો હતો.  

પુનઃમૂલ્યાંકન સાથે જોડાયેલા જે - તે સમયના કનવિનર સાથે સાત દિવસમાં પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા છે.  

Source


Join WhatsappJoin Now

No comments:

Post a Comment