new

[new][twocolumns]

વીજળી સંચાલિત વાહનો પર મળશે સરકારની સબસિડી | gov e bike scheme


Join WhatsappJoin Now

 subsidy on electric bike in gujarat

ગુજરત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી દ્વીચક વાહન યોજનામાં સરકાર તરફથી દૂરના વિસ્તારમાંથી અભ્યાસાર્થે મુસાફરી કરતા વિદ્યાર્થીઓને દ્વિચકી (બેટરી આધારિત) વાહનની ખરીદી પર 12000 રૂપિયા સુધીનું વળતર આપવાંમાં આવે છે. વીજળી દ્વારા ચાલતાં (electric bike) ની ખરીદી પર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. 

gov e bike scheme

ગુજરાત સરકારે પર્યાવરણનું જતાં અને રક્ષણ થાય તે હેતુથી આ યોજનાનો પ્રારંભ કર્યો છે.

બેટરી સંચાલિત વાહન અપનાવીએ, પેટ્રોલ બચાવીએ તથા પર્યાવરણનું જતન કરીએ..

બેટરી સંચાલિત વાહન અપનાવીએ અને શુદ્ધ હવા સાથે સસ્તી અને સુરક્ષિત સવારી કરીએ.

આમ ગુજરાત સરકારે પર્યાવરણને ધ્યાને લઇ ને બેટરી સંચાલિત એટલે કે electric bike ની વિદ્યાર્થી દ્વારા ખરીદી પર આ યોજનાનું અમલીકરણ કર્યું છે. આ યોજનામાં મળતી સબસીડીનો લાભ લેવામાટે વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની તમામ વિગત નીચે આપેલી છે.



gujarat e vehicle scheme

કોણ અરજી કરી શકે?

ગુજરાત રાજ્યની શાળાઓમાં ધો. ૯ થી ૧૨ તથા કોલેજમાં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થી આ યોજના હેઠળ સબસીડી મેળવવા અરજી કરી શકે છે., સબસીડી માટે વિદ્યાર્થી દીઠ ફક્ત એક જ અરજી કરવાની રહેશે.

અરજીપત્રક ક્યાંથી ઉપલબ્ધ થશે?

જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ પાસેથી અરજી પત્રક મળી શકશે અથવા જેડાની વેબસાઇટ geda.gujarat.gov.in પર પણ ઉપલબ્ધ છે.


જરૂરી પ્રમાણપત્રો:

૧. બોનાફાઇડ સર્ટીફિકેટ, (વર્ષ ૨૦૨૦-૨૧) - મૂળ અથવા સ્કેન કરેલી નકલ અથવા સ્વ-પ્રમાણિત કરેલ અગાઉના વર્ષની માર્કશીટની નક્લ

૨. સ્વ-પ્રમાણિત કરેલ વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ

૩. વિધાર્થીનું સક્ષમ અધિકારીએ આપેલ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ), દિવ્યાંગ/ગરીબ/અતિગરીબ/બિન અનામત વર્ગનાં આર્થિક પછાત સંબંધિત પ્રમાણપત્રની સ્વપ્રમાણિત  નકલ (લાગુ પડતું હોય તો)

૪. ડ્રાઇવીંગ લાઈસન્સની સ્વ-પ્રમાણિત નકલ (ફક્ત બેટરી સંચાલિત હાઇ સ્પીડ વાહનો માટે).


અરજીપત્રક કોને જમા કરાવવાનું રહેશે?

અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ જેડા કચેરીમાં જમા કરાવવાનું રહેશે.


જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી સબસીડી જમા કરાશે.

વાહનોના અધિકૃત ઉત્પાદક, મોડલ, મહત્તમ ભાવ, તથા તેમના ડીલર્સની માહિતી જેડાની વેબસાઇટ geda.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.


geda e bike 2021 scheme

ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (જેડા), ગાંધીનગર ફોન નં: ૦૭૯-૨૩૨૫૭૨૫૧/૫૩

જેડા દ્વારા માન્ય ઉત્પાદકો :

(૧) અજંતા મેન્યુફેક્યરીંગ (ઓરેવા) - ૯૯૯૮૦૨૩૧૨૪ 

(૨) ઓકીનાવા ઓટોટેક - ૯૨૬૮૧૧૭૪૫૮ 

(૩) ઇલેકટ્રોથર્મ (યો બાક) - ૯૭૧૨૯૦૮૦૪૪

(૪) હીરો ઇલેક્ટ્રીક - ૮૨૦૦૨૦૬૭૨૧

(૫) એમ્પિચર વ્હીકલ - ૯૫૯૯૭૪૮૮૮૩

(૬) વર્ડ વિઝાર્ડ - ૭૪૩૪૯૯૪૪૮૮

(૭) લોર્ડસ માર્ક ઇન્ડસ્ટ્રીઝ - ૯૯૨૪૨૫૫૦૭૦

(૮) રાજ ઇલેક્ટ્રોમોટીવ - ૯૯૮૯૦૩૩૦૭ 

(૯) વાયરટ્રીક મોટર્સ - ૯૫૧૦૭૦૬૭૫૮ 

(૧૦) જિતેન્દ્ર ઇલેક્ટ્રીક - ૭૦૫૭૨૯૯૯૯૯


મહત્વની વેબસાઈટ :

એપ્લિકેશન ફોર્મ અને ડોક્યુમેન્ટના લિસ્ટ માટે અહીં ક્લિક કરો.

જેડા દ્વારા માન્ય ઉત્પાદકોના e bike મોડલ અને કિંમત 

વધુ માહિતી માટે GEDA ની મુખ્ય વેબસાઈટ ની મુલાકાત લો. geda.gujarat.gov.in


Join WhatsappJoin Now

No comments:

Post a Comment