મહિલાઓને સ્વરોજગારી માટે મળશે 2 લાખ સુધીની લોન અને સાથે 30,000 સુધીની સબસિડી

👩🏻👱🏻♀️👩🏻👱🏻♀️👩🏻👱🏻♀️👩🏻👱🏻♀️👩🏻👱🏻♀️👩🏻👱🏻♀️
👱🏻♀️ મહિલા સ્વાવલંબન યોજના 👩🏻
👩🏻👱🏻♀️👩🏻👱🏻♀️👩🏻👱🏻♀️👩🏻👱🏻♀️👩🏻👱🏻♀️👩🏻👱🏻♀️
❓ *હેતુ* ❓
✅ મહિલાઓને સ્વરોજગારી માટે પોતાની આવડતને અનુરૂપ નવો વ્યવસાય અને ધંધો શરૂ કરવા મહિલાઓને લૉન આપવામાં આવે છે.
✅ પ્રોજેક્ટ કોસ્ટ માટે *15% સુધી* સબસીડી આપવામાં આવે છે.
📚 વેબસાઈટ : http://gwedc.gov.in/
👌🏻 *મહિલા સ્વાવલંબન યોજનાનો ફાયદો ?*
➡️ મહિલાઓને વ્યવસાય, ધંધો કે રોજગારી માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા ₹ 2,00,000 સુધી લૉન આપવામાં આવે છે.
➡️ જે પ્રોજેક્ટ માટે લૉન લીધી હોય તેના પર સબસીડી આપવામાં આવે છે.
➡️ સબસીડી 15% સુધી અથવા વધુમાં વધુ ₹ 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.
🪂 *મહિલા સ્વાવલંબન યોજના મેળવવા માટેની પાત્રતા*
➡️ લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
➡️ ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
➡️ મહિલા અરજદારની કુટુંબની આવક *ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000* સુધી હોવી જોઈએ.
➡️ શહેરી વિસ્તારના મહિલા અરજદારની આવક 1,50,000 સુધી હોવી જોઈએ.
📎 *મહિલા સ્વાવલંબન યોજના લાભ લેવા માટે જરૂરી આધાર-પુરાવાની યાદી* 📑
➡️ લાભાર્થીનું રેશનકાર્ડ
➡️ આધારકાર્ડ
➡️ આવકનો દાખલો
➡️ જાતિનો દાખલો
➡️ ઉંમર અંગેનો દાખલો
➡️ કાચો માલ, મશીનરી, ફર્નિચરનું ભાવપત્રક
➡️ અભ્યાસ / અનુભવ અંગેનું પ્રમાણપત્ર
✒️ *નોંધ* :- ફોર્મમાં જણાવેલ વિગતો કુલ 2 નકલમાં ભરવાની રહેશે.
📌 મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કુલ-307 ધંધા અને ઉદ્યોગ માટે બેંકો દ્વારા લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે.
📙 *આ યોજના હેઠળ લાભાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો. વધુ માહિતી અને મદદ માટે વડી કચેરી ગાંધીનગર ખાતે પણ સંપર્ક કરી શકાય છે.*
✍🏻 Prepared By :
અશ્વિન પટેલ,વિપક્ષ નેતા જિલ્લા પંચાયત પાટણ
🙏🏻 🙏🏻

No comments:
Post a Comment